Rashmanjan

 

આ વખતે  તો

ચમન ચક્કીને પોલીસે પકડ્યો

બોલ

આ વાહન તારું છે

હા

હેમ્લેટ ક્યાં છે

નથી સાહેબ

બસો રૂપિયા દંડ લાવો

શાનો દંડ

પીએસઆઈ મને ઓળખે છે

ચાલ ચુપ પૈસા ભર

મામલતદાર મને ઓળખે છે

ચાલ ચુપ પૈસા ભર

કલેકટર સાહેબ મને ઓળખે છે

ચાલ ચુપ પૈસા ભર

બોલ તું દગ્દુને ઓળખે છે

ના

તો પહેલા તું એને ઓળખ

એ કોણ છે

હું પોતે જમાદાર

દગડુ

 

-રસમંજન

 

સુરજમુખીનો વાઘો……!!!!

સુરજ બનવા નીકળેલી  સુરજમુખીને વેદની વેદના નથી, જ્યારે સુરજને તો વેદ ના સંસ્કારો જાળવવાની અને એને અડીખમ પાળવાની વેદના છે. સુરજ અને સુરજમુખી એ સ્વાવલંબી અને પરાવલંબીનું સાચું દર્શન છે. સુરજમુખીનો ખીલવાડ સુરજદાદાને આભારી  છે. હા….એ સુરજનો શિસ્તવાદી શિષ્ય છે ખરો, પણ એની ભક્તિમાં સ્વાર્થની ઉબ છે. કાલે જો સુરજ ડુબે તો એ પણ ડુબે, એની ખબર  હોવા છતાં એનો રુઆબ ગલગોટા જેવો છે. પરાવલંબી નું એ જ તો ભ્રામક ભમરડું છે. અનેક સિતારાઓ સાથે સુરજ અને ચંદ્ર બંને સાથે રહે છે.બંને એકબીજાને પ્રગટ થવા માટે જગ્યા આપી ક્યારેય ઝગડતા નથી.  અંધકારનો બળાપો કેવો હોય અને અજવાળાના ઉજમ કેવા હોય એ બંનેના દર્શન એ ભેગા મળીને જગતને આપે છે. આકાશ એટલે જ શાંત છે અને ધરતી એટલે જ અશાંત છે. અસ્તિત્વને ટકાવી રાખવાની લડાઈ ધરતી જેટલી આકાશમાં નથી. કારણ કે તેઓ તકલાદી નથી, તકવાદી પણ નથી પણ, પરમ તત્વવાદી છે.

-રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)

થાપ ખાવામાં પાપ

નદી તળાવ બધું સરસ બનાવ્યું તેં

માણસમાં થાપ કેમ ખાધી

દયા ધરમનું  મરમ  સમઝાવ્યું  તેં

માણસાઈ મા થાપ કેમ ખાધી

કોયલનું કુંજન સરસ બનાવ્યું તેં

કાગડામાં થાપ કેમ ખાધી

મેં-મેં ની ભાષા તો માણસ બોલે તેં

બકરામાં થાપ કેમ ખાધી

દેવોના વાહનમા પશુપક્ષીને રાખ્યા તેં 

માણસમાં થાપ કેમ ખાધી 

અગમ નિગમના ખેલ બતાવ્યાં તેં

રસમંજનમા થાપ કેમ ખાધી

 

      -રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન  ) 

 

 

ખિસ્સાની શોધ

 

મોતનો પયગામ લઈ ખિસ્સામાં ફરું છું

ખિસ્સાને શોધવામાં હું  અંદરથી  ડરું   છું

પયગમ્બર છે દરજી ને એને જ  ખબર  છે

ક્યાં છે ભાઈ ચોર ખિસ્સું  જીવતો મરું છું

 દુનિયાનો ભાર લઈને  ફરું હું  ક્યાં સુધી

સંભાળ તારી  દુનિયા હું  નાહકનો  મરું છું

મારું છે ખિસ્સું ને મને જ મળે નહિ તો

લઇ લે આ વાઘા હું તો  પાછો ફરું  છું  

છોડ બધી રસમંજન  ખિસ્સાની માયા

વળગણ નાં ખેલ બધા હું ખોટો ડરું છું  

            -રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)

(વલસાડ)

બધાજ ચણાના લોટની પ્રોડક્ટ જેવા છીએ ને? જુદા જુદા નામે ઓળખાતા રહીએ. અને આપના માપદંડના તોલમોલ આપણે જ નક્કી કરીને આ સમાજમાં ઓળખ આપતા રહીએ છીએ. સમાજ કો બદલ ડાલોના ઝંડા કાધ્વાવાલાને એ ખબર નથી જ કે ભાઈ, આ બધી ચણાના લોટની પ્રોડક્ટના પરિણામ છે. મારૂ લેબલ મેં મારી જાતે લગાવેલું છે.મેં આપેલી ઓળખ તો મંદિરમાં દેવને પેહ્રાવવામાં આવતા વાઘાજેવીછે. દરેકને પોતાના દેવ સુંદર દેખાડવાની આત્મીય ભાવના છે. બસ….આવું જ મારી તકલાદી ઓળખમાં…!મારૂ મૂલ્યાંકન હું પોતે કરું એ મારી આત્મ પ્રશંશા સાથે મારી પેઅડ જાહેરાત છે.આવું ક્યારે સમઝાશે? જગત એ અરીસો છે. જગત ભલે ગંદુ લાગે, પણ,જગત એ જગત છે. એ ને ક્યાં ઢાકણ હોઈ છે? એનો અરીસો સ્વચ્છ હોય કે મેલવણવાળો, આપણે સ્વચ્છ હોવું એ અગત્યનું છે.

હાસ્ય એ જીવન જીવવાની જડીબુટ્ટી છે,આવો હસીએ …ખડખડાટ હસીએ !!!!!

આકાશ તો અડીખમ છે,  ચાંદ સૂરજનો સ્વામી છે

 વર્ષા એ વાદળ  ચિતરીયા એની એમાં ખામી છે

વસંત જાણી નોતરી  હતી  વાદળીને   પણ લાવી

નશીબના છે આ  ખેલ બધા કોણ   કોનો હામી છે

-રસમંજન

Hello world!

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.

Here are some suggestions for your first post.

  1. You can find new ideas for what to blog about by reading the Daily Post.
  2. Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting  page you read on the web.
  3. Make some changes to this page, and then hit preview on the right. You can alway preview any post or edit you before you share it to the world.
Follow

Get every new post delivered to your Inbox.